કચ્છમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી

કચ્છમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી
ભુજ, તા. 5 : શુક્રવારે કચ્છમાં વિવિધ સંસ્થાઓ દ્વારા `વૃક્ષ?વાવો, પર્યાવરણ બચાવો'ના સંકલ્પ સાથે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આયુર્વેદ સહિતનાં વૃક્ષોનું વાવેતર પણ કરાયું હતું. ભુજ નગરપાલિકા તથા ધી ભુજ બી.એ.એમ.એસ. ડોક્ટર એસોસિયેશનના સહયોગથી પર્યાવરણ બચાવો, વૃક્ષો વાવોના સંકલ્પ સાથે અધ્યક્ષા લતાબેન સોલંકી, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, ઉપપ્રમુખ ડો. રામ ગઢવી, ચીફ?ઓફિસર નીતિન બોડાત તેમજ બી.એ.એમ.એસ. ડોક્ટર એસોસિયેશનના સભ્યો તથા સદસ્યોની ઉપસ્થિતિમાં ખેંગારબાગ, બાલભવન પાસે અને પુનિતવન ખાતે જાયન્ટસ ગ્રુપ, સંસ્થાઓના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ?ધરવામાં આવ્યો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગરમાળો, ગુંદા, સાદડ, અરસડી, પાનકુટી, વાંસ, કુંવારપાઠું, નગોળ, કાચનાળ, સીતાફળ, અંજીર, સરગવો, બીલી, ગોય આંબલી, સાટોન/પુનર્નવા, સીસમ, શીવણ, હરસલ, લીમડો, દાડમ, સતાવળી, તુલસી, ખેર અને આમળા વિ. આયુર્વેદિક ઔષધિઓના રોપા વવાયા હતા અને આ રોપાના નામ તેમજ તેની ઉપયોગિતાના બોર્ડ લગાડવામાં આવ્યા હતા. આ ઔષધિઓ કઇ કઇ?રીતે ઉપયોગી થાય તેની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે સદસ્યો અશોકભાઇ?પટેલ, સહદેવસિંહ જાડેજા, બિંદિયાબેન ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર, સુશીલાબેન આચાર્ય તેમજ આયુર્વેદિકના ડો. પાવન ગોર, વોર્ડ નં. 11ના રહેવાસીઓ ભૂપેન્દ્રભાઇ?મહેતા, માજી સદસ્ય નિરંજનાબેન ભરતવાળા વિ. ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન રાજેશભાઇ?જેઠીએ કર્યું હતું. ભુજ 108 તથા 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન સ્ટાફના સંયુક્ત ઉપક્રમે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કુનરિયા પંચાયત દ્વારા 125 વૃક્ષને ટ્રી-ગાર્ડ સાથે વાવેતર કરી તળાવના બ્યુટીફિકેશન માટે સફાઇ, આવ સુધારણા, પક્ષીઓ માટે માળા, પશુઓ માટે અવાડા જૈવ વૈવિધ્યતાનું ચક્ર ફરી પુન:સ્થાપિત થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં થતી વનસ્પતિની ઓળખ અને એની ઉપયોગિતાની ચર્ચા કરી જૈવ સંપત્તિનું પરસ્પરાવલંબન સાચવવા આવા પ્રયાસો જરૂરી છે તેવું સૂચન કરાયું હતું. આ તકે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, સામાજિક આગેવાનો, ગામના સરપંચ સુરેશભાઇ છાંગા અને ગામલોકો, ઉપરાંત ફોરેસ્ટ વિભાગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.ભુજોડી ગ્રામ પંચાયતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સરપંચ લક્ષ્મીબેન, તલાટી ઊર્મિલાબેન, ગ્રામ પંચાયત સભ્ય હેતલબેન મહેતા, નીતિનભાઇ, ગાભુભાઇ જોડાયા હતા.માંડવી :જાયન્ટસ ગ્રુપ, જાયન્ટ સાહેલી ગ્રુપ, યંગ જાયન્ટ ગ્રુપ દ્વારા જાયન્ટસ ઉપવનમાં વૃક્ષારોપણ અને વૃક્ષ સંવર્ધન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વન ખાતાના આર.એફ.ઓ. મોહનભાઇ કોદરવી (માંડવી રેન્જ), ફેડરેશન 3બીના ટ્રી પ્લાન્ટેશન ઓફિસર ઇશ્વરભાઇ ગણાત્રા, યુનિટ ડાયરેક્ટર રાજેશભાઇ ભટ્ટ, જાયન્ટસ પ્રમુખ યોગેશભાઇ ત્રિવેદી, ફેડરેશન ઓફિસર દિનેશભાઇ શાહ, સાહેલી પ્રેસિડેન્ટ ડો. પારૂલબેન ગોગરી, રેખાબેન મહેતા, હર્ષિકાબેન ગોર, પાર્વતીબેન ગોર, હર્ષાબેન ખત્રી, જ્યોત્સનાબેન દૈયા, કીર્તિદાબેન વ્યાસ, ઉષાબેન સોની વગેરે ટીમ મેમ્બર હાજર રહ્યા હતા.ભચાઉ વિસ્તાર વિકાસ સત્તામંડળ?સંચાલિત શ્યામજી કૃષ્ણવર્મા પાર્ક પર પર્યાવરણ દિવસના અવસર પર વૃક્ષારોપણ કરાયું હતું. આ અવસરે વિકાસ રાજગોર, વાઘજીભાઇ?છાંગા, જનકસિંહ જાડેજા, ગંભીરસિંહ જાડેજા, ભાડાના પ્રદીપ જૈન, ફોરેસ્ટના મહેશભાઇ?જોષી, લક્ષ્મણ મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer