વાતાવરણને સ્વચ્છ બનાવવા મોટી સંખ્યામાં વૃક્ષો વાવીએ

વાતાવરણને સ્વચ્છ બનાવવા મોટી સંખ્યામાં વૃક્ષો વાવીએ
ગાંધીધામ, તા. 5 : દિન દયાલ પોર્ટ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દરીયાઈ પ્રદુષણ, ગ્લોબલ વોર્મીંગ સહીતની પરિસ્થિતિ માટે સર્જાતા પર્યાવરણીય મુદાઓ અંગે જાગૃતિ લાવવા માટે આ ઉજવણીનો કાર્યક્રમ મહત્વનું માધ્યમ બની  રહે છે. આ ઉજવણી અંતર્ગત  દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ગાંધીધામ સ્થિત પ્રશાસનીક  કચેરી ખાતે વિવિધ સ્થળે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ડીપીટી ચેરમેન એસ.કે.મેહતા, ડેપ્યુટી ચેરેમેન નંદીશ શુકલા અને પોર્ટના વિભાગીય વડાઓના હસ્તે વિવિધ પ્રકારના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વેળાએ અધ્યક્ષ શ્રી મહેતાએ વાતાવરણને સ્વચ્છ બનાવવા અને પ્રદુષણ નાબુદ કરવા માટે પ્રત્યેક લોકોને  મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવા ભારપુર્વક અનુરોધ કર્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer