ગાંધીધામમાં સીમા સુરક્ષાદળે વૃક્ષો વાવ્યાં

ગાંધીધામમાં સીમા સુરક્ષાદળે વૃક્ષો વાવ્યાં
ગાંધીધામ, તા. 5 : વિશ્વ પર્યાવરણ દિવસના  ઉપલક્ષમાં 150મી વાહિની સીમા સુરક્ષાદળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત સીમા અને ગાંધીધામ બી.એસ.એફ.  પ્રાંગણમાં  100  જેટલાં વૃક્ષોનું વાવેતર કરાયું હતું. પર્યાવરણને સ્વચ્છ બનાવવાના ઉદ્દેશ સાથે ઊજવાતા વિશ્વ  પર્યાવરણ દિવસની  ઉજવણી નિમિત્તે સુરક્ષાદળના અધિકારીઓ અને જવાનો દ્વારા  લીમડા, કેરી, અમરૂદ, જાંબુ સહિતના ફળદાર અને છાંયાદાર  વૃક્ષો વાવવાંમાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં  કોરોના સામે રક્ષણ સામેના  નિયમોનું પાલન કરાયું  હતું. કાર્યક્રમમાં  ઉપસ્થિત કમાન્ડન્ટ જનાર્દન પ્રસાદે કહ્યું હતું કે  150મી વાહિની સીમા સુરક્ષાદળ હંમેશાં પર્યાવરણ સંરક્ષણ માટે અગ્રણી  ભૂમિકા ભજવે છે. તેમજ વાહિની દ્વારા પ્રત્યેક વર્ષ વૃક્ષારોપણ કરી  તેની સંભાળ લેવામાં આવે છે તેવું તેમણે ઉમેર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer