ગાંધીધામમાં માસિક ધર્મ સ્વચ્છતા દિન ઉજવાયો

ગાંધીધામમાં માસિક ધર્મ સ્વચ્છતા દિન ઉજવાયો
ગાંધીધામ, તા. 5 : કોરોનાની મહામારી વચ્ચે ગાંધીધામ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કિશોર-કિશોરી કાર્યક્રમ હેઠળ માસિક ધર્મ સ્વચ્છતા દિવસ અને  તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાના માર્ગદર્શન હેઠળ સામાજિક અંતર જાળવીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આર.બી.એસ.કે. ફીમેલ ટીમ દ્વારા માસિક ધર્મ સ્વચ્છતા દિવસની ઉજવણી  નિમિત્તે હાથમાં રેડ ડોટ કરી માસિક ધર્મને પાપની લાગણીથી નહીં, પણ ત્રીનું સૌભાગ્ય ગણવાનો સંદેશ દરેક ત્રી, કિશોરી અને સમાજને આપ્યો હતો. દરમ્યાન આદિપુરના શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી હતી. એ.પી.એચ.એસ. અને એમ.પી.એચ. ડબલ્યુ. દ્વારા પોસ્ટર પ્રદર્શન કરી કોરોનાની મહામારી વચ્ચે તમાકુ નિષેધનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ  બન્ને કાર્યક્રમમાં તાલુકા સુપરવાઇઝર વિનોદભાઈ, કિશોર - કિશોરી સ્વાસ્થ્ય સલાહકાર કાંતિભાઈ, આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર ડો. ભાવીન ઠક્કર, ડો. નિરિક્ષા, ડો. અમી,  ડો. કાજલ, ડો. જાનકી, આર.બી.એસ.કે. ફિમેલ હેલ્થવર્કર, ફાર્માસિસ્ટ, એમ.પી.એચ.ડબલ્યુ. સિદ્ધરાજસિંહ   વિગેરે હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer