ટેસ્ટ ક્રિકેટમાં કોરોના સબસ્ટિટયૂટ

લંડન, તા.5 : ટેસ્ટ ક્રિકેટમાં હવે કોરોના સબસ્ટિટયૂટનો નિયમ ટૂંક સમયમાં લાગુ થઇ શકે છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ બોર્ડ દ્રારા આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેને આઇસીસી મંજૂરી આપી શકે છે. પ્રસ્તાવ અનુસાર ટેસ્ટ મેચ દરમિયાન જો કોઇ ખેલાડી કોરોના પોઝિટિવ જણાય તો તેના બદલે સબસ્ટિટયૂટ ખેલાડીને મેદાનમાં ઉતારી શકાય. જે બોલિંગ-બેટિંગ કરી શકે. ઇસીબીના પ્રોજેકટસ ડાયરેકટર સ્ટીવ એલવર્થીએ આ બારામાં જણાવ્યું કે અમે કોવિડ-19 સબસ્ટિટયૂટ અંગેનો પ્રસ્તાવ આઇસીસી મુકયો છે. જેને ટૂંક સમયમાં મંજૂરી મળી જશે તેવો અમને વિશ્વાસ છે. હાલ આ નિયમનો અમલ ફકત ટેસ્ટ ક્રિકેટમાં જ લાગુ કરવામાં આવશે. આ નિયમ અનુસાર કોઇ બેટસમેન ચાલુ ટેસ્ટ મેચ દરમિયાન સંક્રમિત થયા તો તેના સ્થાને વધારાના બેટસમેનની ઇલેવનમાં એન્ટ્રી થશે. તે બેટિંગ કરી શકશે. બોલર્સના મામલે પણ આમ જ થશે. તેમણે જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે તા. 8 જુલાઇથી શરૂ થઇ રહેલ ત્રણ ટેસ્ટ મેચની સિરિઝમાં કોરોના સબસ્ટિટયૂટનો નિયમ લગભગ લાગુ થઇ જશે. આ સિરિઝ માટે વેસ્ટ ઇન્ડિઝની આવતા સપ્તાહે ખાસ વિમાનમાં ઇંગ્લેન્ડ પહોંચશે. તેઓ ત્રણ સપ્તાહમાં ઓલ્ડ ટ્રેફર્ડના મેદાનમાં કવોરન્ટાઇન રહેશે. ટેસ્ટ ક્રિકેટમાં ગયા વર્ષથી કન્કશન નિયમ લાગુ થઇ ગયો છે. જેમાં કોઇ ખેલાડી ઇજાને લીધે પૂરી મેચની બહાર થઇ જાય તો તેના રીપ્લેસ તરીકે વધારાના ખેલાડીને ઇલેવનમાં સ્થાન મળી શકે છે અને તેને બેટિંગ અને બોલિંગની છૂટ મળે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer