લોકડાઉનમાં પણ આવક : કોહલી છઠ્ઠા સ્થાને

નવી દિલ્હી, તા.5 : લોકડાઉનને લીધે ખેલાડીઓની કમાણીને પણ ખાસ્સી અસર પડી છે. આમ છતાં ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી સહિતના દુનિયાના કેટલાક સ્ટાર ખેલાડીઓએ લોકડાઉન દરમિયાન પણ સારી એવી કમાણી કરી છે.રિપોર્ટ અનુસાર લોકડાઉનના સમયગાળા દરમિયાન સ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સૌથી વધુ 18 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ મામલે કોહલી છઠ્ઠા સ્થાને છે. તે ત્રણ સ્પોન્સર્ડ પોસ્ટ કરીને કુલ 3.6 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકયો છે. રિપોર્ટ અનુસાર કોહલીને એક પોસ્ટ માટે સરેરાશ 1.2 કરોડની ચૂકવણી થઇ છે. કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 6.2 કરોડ ફોલોઅર્સ છે.  ઈન્સ્ટાગ્રામ પર દેશમાં તે સૌથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. જ્યારે વિશ્વમાં ટોચના 10 ખેલાડીમાં સામેલ છે. આ લિસ્ટમાં રોનાલ્ડો 18 કરોડની કમાણી સાથે ટોચ પર છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 22.2 કરોડ ફોલોઅર્સ છે. રોનાલ્ડો પછી બીજા નંબર પર લિયોનલ મેસ્સી છે. તેણે લોકડાઉન દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર 12.3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પછી નેમાર (11.9 કરોડ), બાસ્કેટ બોલ ખેલાડી શકીલ ઓ નીલ (પ.પ કરોડ), ડેવિડ બેકહમ (3.8 કરોડ) અને વિરાટ કોહલી (3.6 કરોડ)ના નામ આવે છે. ખેલાડીઓની આ કમાણી લોકડાઉન દરમિયાન 12 માર્ચથી તા. 14 મે સુધીની ગણતરીમાં લેવામાં આવી છે.અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે તાજેતરમાં ફોર્બ્સ મેગેઝિન તરફથી તાજેતરમાં દુનિયાના સૌથી વધુ કમાણી કરતા 100 ખેલાડીની સૂચિ જાહેર થઇ છે. તેમાં વિરાટ કોહલી સામેલ થનારો વિશ્વનો એકમાત્ર ક્રિકેટર છે. તે વાર્ષિક 196 કરોડની કમાણી સાથે 66મા નંબર પર છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer