કોવિડ-19ના નમૂના લેવા માટે એકોર્ડને અધિકૃત મંજૂરી

ભુજ, તા. 5 : કચ્છમાં પણ કોરોના વાયરસના સંક્રમિતો દેખાવા લાગ્યા છે ત્યારે ભુજ શહેરની એકોર્ડ હોસ્પિટલને કોવિડ-19ના પરીક્ષણાર્થે નમૂના એકત્ર?કરવા માટે કલેક્શન સેન્ટર તરીકે સત્તાવાર મંજૂરી મળી છે. મુંદરાની એલાયન્સ હોસ્પિટલને પણ કોરોના પરીક્ષણ?માટે નમૂના મેળવવાની પ્રક્રિયામાં એકોર્ડ હોસ્પિટલ સાથે રહીને સહકાર આપવા માટેની મંજૂરી વિધિવત અપાઇ છે.કચ્છમાંથી એકઠા કરાયેલા નમૂના અમદાવાદ સ્થિત આઇસીએમઆરની માન્યતા પ્રાપ્ત પેન્જેનોમિક્સ ઇન્ટરનેશનલ કંપનીને મોકલાશે.દરરોજ નમૂના એકત્ર કરવાની સમયમર્યાદા બપોરે 1 વાગ્યા સુધીની રહેશે અને બીજે દિવસે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રિપોર્ટ મળી જશે. આ સંદર્ભે નિરંજન પ્રસાદનો 94274 52549 પર, જેનિફર એન્થોનીનો 70198 25307 પર સંપર્ક કરી શકાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer