પૂર્વ કચ્છના પાંચ એએસઆઈની બઢતી સાથે સુરત બદલી થઈ

ગાંધીધામ,તા. 5 : પૂર્વ કચ્છમાં ફરજ બજાવતા પાંચ બિનહથિયારી એ.એસ.આઈ.એ ખાતાકીય પરીક્ષા પાસ કર્યા બાદ રાજ્યની વડી અદાલતે આદેશ આપ્યા પછી આ પાંચ કર્મીઓને બિનહથિયારી પી.એસ.આઈ. તરીકે બઢતી આપી તમામની સુરત શહેરમાં બદલી કરવામાં આવી હતી.પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ફરજ બજાવતા પાંચ બિનહથિયારી એ.એસ.આઈ. ખાતાકીય પરીક્ષામાં તથા શારીરિક કસોટીમાં પાસ થયા હતા. આ અંગે રાજ્યની વડી અદાલત, ગૃહ વિભાગના આદેશ બાદ આ પાંચેયને બઢતી આપવામાં આવી હતી. જેમાં પૂર્વ કચ્છ એસ.ઓ.જી.માં ફરજ બજાવતા પૃથ્વીસિંહ ભીમજી જાડેજા, ગાંધીધામ એ ડિવિઝનમાં ફરજ બજાવતા હિરેનકુમાર જયંતીલાલ મચ્છર, જિલ્લા ટ્રાફિકમાં ફરજ બજાવતા દિલીપકુમાર બાબુલાલ ઠક્કર, અંજારમાં ફરજ બજાવતા ઈકબાલ અબ્દુલ્લા આરબ અને અરુણ આઈદાન ગઢવીને હંગામી ધોરણે બિનહથિયારી પી.એસ.આઈ. તરીકે બઢતી આપવામાં આવી હતી. આ પાંચેય કર્મીઓની સુરત શહેરમાં બદલી કરવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer