ભુજના નારી સુરક્ષાગૃહ ખાતેથી મુક્ત કરાયેલી કોડાય ગામની યુવતી બની લાપતા

કોડાય (તા. માંડવી), તા. 5 : ભુજ ખાતેના નારી સુરક્ષાગૃહ (મહિલા કલ્યાણ કેન્દ્ર) ખાતેથી મુકત કરાયેલી આ ગામની યુવતી બાદમાં અચાનક લાપતા બનતાં આ મામલે પોલીસને અરજી આપવા સાથે સમગ્ર પ્રકરણે ભેદ સર્જ્યો છે.  યુવતીના માતા કોડાય ગામના માનબાઇ મામદ મદારીએ આ મામલે એસ.પી.ને લેખિત અરજી આપી પોતાની પુત્રીને શોધી આપવાની માગણી કરી છે. તો ભુજના પોલીસ ઇન્સ્પેકટરને અલગથી ફરિયાદ અરજી આપી સમગ્ર કિસ્સો પોલીસના ધ્યાને મૂકયો છે.  આ ફરિયાદ-અરજીમાં જણાવાયા મુજબ સામાન્ય બોલાચાલી બાદ યુવતી મરજીનાને માંડવી પોલીસ દ્વારા ભુજ નારી સુરક્ષાગૃહ ખાતે મોકલાઇ હતી. આ દરમ્યાન ગત મંગળવારે આ યુવતીને નારીગૃહ ખાતેથી મુકત કરાઇ હતી. કોઇ તેડવા ન આવેલું હોવા છતાં યુવતીને ગૃહના જવાબદારોએ મુકત કર્યા બાદ આ યુવતી લાપતા બની છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer