સાપેડામાં યુવાને ઝેર પી જીવનનો અંત આણ્યો

ગાંધીધામ, તા. 5 : અંજાર તાલુકાના સાપેડા વાડી વિસ્તારમાં રહેનારા સુભાષ સામજી તવિયાડ (ઉ.વ. 19) નામના યુવાને ઝેરી દવા પી લઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. સાપેડા નજીક વાડી વિસ્તારમાં રહેતા સુભાષ નામના યુવાને ગઈકાલે રાત્રે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આ હતભાગીએ પાકમાં છાંટવાની દવા પી લેતાં તેને પ્રથમ અંજાર અને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં આ યુવાને સારવાર દરમ્યાન આજે ઢળતી બપોરે છેલ્લા શ્વાસ લીધો હતો. તેણે કયા કારણોસર અંતિમ પગલું ભરી લીધું હશે તે હજુ બહાર આવ્યું નથી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer