તાપમાં રાહત, બફારાથી લોકો આકુળવ્યાકુળ

ભુજ, તા. 5 : કચ્છમાં ચોમાસાના સત્તાવાર આગમનને હજુ એકાદ પખવાડિયાનો સમય બાકી હોવાના અનુમાન વચ્ચે જિલ્લામાં બે દિવસથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો દોર શરૂ થયો છે તો વરસાદી આળંગનો અનુભવ કરાવતા બફારાથી લોકો આકુળ-વ્યાકુળ બની ગયા છે. કંડલા પોર્ટમાં પારો 40.2 ડિગ્રીએ પહોંચતાં સુરેન્દ્રનગર બાદ જિલ્લાનું આ કેન્દ્ર રાજ્યનું બીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. ભુજમાં 38.2 અને કંડલા  (એ)માં 39.9 ડિગ્રીએ તાપમાં મોટી રાહત અનુભવાઈ હતી. જોકે  ભેજના થયેલા પ્રમાણ વચ્ચે પવનની હાજરીમાં ઉકળાટના અનુભવથી લોકો તોબા પોકારી ઉઠયા હતા.હવામાન વિભાગે તાપમાનમાં મોટી ફેરબદલીની શક્યતા નકારી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કયાંક કયાંક છૂટાછવાયા ઝાપટાં વરસી જાય તેવો વર્તારો જારી કર્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer