શિક્ષકોનું વેકેશન પૂરું થશે, છાત્રોને ઘેરબેઠા શિક્ષણ અર્થે પુસ્તકોનું વિતરણ

ભુજ, તા. 5 : વૈશ્વિક મહામારી કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ રાજ્યની તમામ સરકારી, બિનસરકારી અનુદાનિત અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં નવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી શકાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા `હોમ લર્નિંગ' કાર્યક્રમ અંતર્ગત તમામ જિલ્લા પ્રાથમિક, માધ્યમિક શિક્ષકો દ્વારા છાત્રોને પાઠયપુસ્તકો પહોંચાડવાની કામગીરી સોંપવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યની તમામ શાળાઓમાં તા. 8મી જૂનથી પ્રવેશની કામગીરી શરૂ કરવા, 13મી જૂન સુધી સોશિયલ ડિસ્ટન્સ સાથે પુસ્તકો પહોંચાડવા સહિતની કામગીરી કરવાની રહેશે જેથી વિદ્યાર્થી ઘેરબેઠા મોબાઇલ, ટેલિવિઝનના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ મેળવી શકે. તા. 15મી જૂનથી ડી.ડી. ગિરનાર ચેનલ પરથી જી.સી.ઇ.આર.ટી. અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક  બોર્ડ દ્વારા અપાયેલા સમયપત્રક મુજબ શૈક્ષણિક કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer