આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 7 દિવસ સંસ્થાકીય ક્વોરેન્ટાઈન ફરજિયાત

ભુજ, તા. 5 : ભારત સરકાર દ્વારા વિદેશથી ફલાઈટમાં આવનાર ગુજરાતી મુસાફરો માટે કવોરેન્ટાઇન બાબતે સુધારો બહાર પાડવામાં આવ્યો છે. જે અન્વયે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કે જેઓ ડોમેસ્ટીક ફલાઇટથી આવતા હોય અથવા રસ્તા, રેલમાર્ગે આવતા હોય અને અગાઉ ભારત દેશમાં કવોરેન્ટાઇન થયા ન હોય તેવા પ્રવાસીઓએ ફરજિયાત 7 દિવસ સંસ્થાકીય કવોરેન્ટાઇનમાં અને 7 દિવસ હોમ કવોરેન્ટાઇન થવાનું રહેશે અને આ અંગે જે તે સંસ્થા દર અને ધારા-ધોરણ લાગુ પડશે. હવે પછી સંસ્થાકીય કવોરેન્ટાઇનમાંથી મુકિત આપવામાં આવે છે તેઓએ દિન-14 હોમ કવોરેન્ટાઇન થવાનું રહેશે. માનવીય તકલીફ ધરાવતી વ્યકિત, સગર્ભા મહિલા, કુટુંબના સભ્યનું મૃત્યુ, ગંભીર બીમારી, 10 વરસથી ઓછી ઉંમરનું બાળક અને તેની સાથેના તેના માતા-પિતા તે સિવાયવાળા માટે જાહેરનામાની અન્ય વિગતો યથાવત રહેશે તેવું જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવીણા ડી.કે. દ્વારા જણાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer