પંચાયત સિંચાઈની બદલીઓ રદ

ભુજ, તા. 5 : જિલ્લા પંચાયતની સિંચાઈ શાખાના કર્મચારીઓની બદલી કરાઈ હતી તે સત્તા બહારની હોવાની ચર્ચા જાગી હતી અને જિલ્લાના ઈતિહાસમાં ભાગ્યે જ બને તેવી આ બદલીઓ રદ કરવામાં આવી હતી. ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર દ્વારા ખાસ તો ડિવિઝનમાં કર્મચારીઓને બદલ્યા હતા આવી બદલી કરવા બાબતે ડીડીઓને વિશ્વાસમાં લેવાયા નહોતા. જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરપર્સન અને ડીડીઓ વચ્ચે અગાઉ પણ ઘર્ષણ જેવા મુદા ઊઠયા હતા. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીને ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર દ્વારા કરાયેલા બદલીના ઓર્ડર રદ કરાયા બાબતે પૂછતા તેમણે હકારમાં જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ બદલીનો નિર્ણય લેવાયો ત્યારે ડીડીઓને પૂછતાં તેમણે જાણ બહાર બદલી કરાઈ છે. અને તેમની પાસે ઓર્ડર આવ્યેથી યોગ્ય કાર્યવાહી કરાશે તેવું ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer