મુંદરામાં માર્ગ અકસ્માતમાં આધેડ વેપારીએ જીવ ખોયો

મુંદરા, તા. 5 : અત્રેના ડાક બંગલા પાસે માર્ગ અકસ્માતમાં 45 વર્ષીય મનપ્રસાદ મંગમુ નામના નેપાળી આધેડે રસ્તા ઉપર દમ તોડયો હતો. ઘટનાના સમાચાર મળતાં સંખ્યાબંધ નાગરિકોએ એવી ફરિયાદ કરી કે, ડાક બંગલાની દિવાલને અંદરના ભાગે ખસેડીને રસ્તાનો ભયજનક વળાંક દૂર કરવો જોઈએ. જ્યારે આ દીવાલની સાથેની વાડી માલિકોએ પણ રસ્તા ઉપર સતત દબાણ કરી સાંકડા રસ્તાને વધુ સાંકડો કરી નાખ્યો છે. સમયાંતરે આ રસ્તા ઉપર નાના-મોટા અકસ્માત તો બન્યા જ કરે છે. ભુજથી મુંદરા તરફ આવતાં-જતાં વાહનો સાવ નજીક આવી જાય ત્યારે જ વાહન દેખાય છે. આજની ઘટનામાં મૃતક પગપાળા હતો જે આઈવા ટ્રકના જોડામાં આવી ગયો હતો એમ નજરે જોનારાઓનું કહેવું છે. આ જ રસ્તા ઉપર બંને તરફ ધૂળના પણ ઢગ જામેલા છે. ડાક બંગલાથી જાંબુવાડી સુધીના રસ્તાની ધૂળ દૂર કરી ડાક બંગલાની દીવાલને અંદર લઈ જવી જોઈએ તેવું જાગૃત નાગરિકોનું માનવું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer