માધાપરમાં સાસરે આવેલા યુવાનને સાસુ-સસરા અને પત્નીએ માર માર્યો

ભુજ, તા. 5 : તાલુકાનાં માધાપર ગામે પોતાના સાસરિયે આવેલા ગાંધીધામ નવી સુંદરપુરી વિસ્તારના રહેવાસી સામુ લાખા જોગી (ઉ.વ. 36)ને તેના સાસુ-સસરા અને પત્નીએ સાથે મળીને માર માર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ ગાંધીધામનો આ ભોગ બનનારો યુવાન માધાપર ગામ નજીક ભવાની હોટલ પછવાડેના વિસ્તારમાં તેના સસરાના ઘરે આવ્યો હતો. જ્યાં એકમેક સાથે બોલાચાલી થયા બાદ સસરા સમુ પાલા રાઠોડ તથા સાસુ અને પત્નીએ આ યુવકને ધોકા વડે માર માર્યો હતો. ભોગ બનનારા સમુ લાખાને સારવાર માટે તેના પિતા લાખા વેલાએ અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer