અંજારમાં ઓનલાઇન ઠગાઇના નાણાં પોલીસે પરત કરાવ્યાં

ગાંધીધામ, તા. 5 : અંજારના એક યુવાન સાથે ઓનલાઇન છેતરપિંડી થતાં એસ.ઓ.જી.ની ટીમે આ યુવાનને રૂા. 1,07,500 પરત અપાવ્યા હતા. અંજારમાં રહીને ખાનગી નોકરી કરતા સીરાજુદીન કે. ખાન નામના યુવાનને  અજાણી વ્યકિતનો ફોન આવ્યો હતો. અને તમે જે ક્રેડિટ કાર્ડ ઉપરથી ઇ.એમ.આઇ. ભરો છો તેમાં સ્કીમ ચાલુ છે. આ સ્કીમમાં ભાગ લેશો તો પોઇન્ટમાં ઘણો ફાયદો થશે. માટે  તમારા ઓ.ટી.પી. નંબર વગેરે વિગતો આપો તેવું આ શખ્સે કહેતાં ફરિયાદી યુવાને પોતાની તમામ વિગતો આ શખ્સને આપી દીધી હતી. તેવામાં તેના જુદા જુદા ખાતામાંથી પ્રથમ રૂા. 62,500 તથા પછી રૂા. 45,000 ઉપડી ગયા હતા. તેણે એસ.ઓ.જી. કચેરીનો સંપર્ક કરતાં પોલીસે પેયમેન્ટનો ગેટવે શોધી આ પેયમેન્ટ સ્ટોપ કરાવી ફરિયાદીને નાણાં પરત અપાવ્યાં હતાં. આ ફરિયાદી યુવાને એસ.ઓ.જી. ટીમનો આભાર વ્યકત કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer