કાર્યરત કરતાં પહેલાં તમામ શાળા સેનિટાઈઝ કરવા શિક્ષક સંઘની માંગ

ભુજ, તા. 5 : આગામી 8 જૂનના શાળાઓમાં વેકેશન પૂરું થાય છે. કોરોનાની હાલની પરિસ્થિતિમાં બાળકોને શાળાઓમાં બોલાવી શકાય એવી પરિસ્થિતિ નથી તેમજ કોરોના વાયરસ સંદર્ભે બહારથી આવતા લોકો માટે ઘણી જગ્યાએ પ્રાથમિક શાળાઓનો ક્વોરેન્ટાઈન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. માટે શાળાઓ ખુલે તે પહેલાં શાળાઓને સેનિટાઈઝ કરવામાં આવે તે પછી જ શાળાઓમાં શિક્ષકોને અને તે પણ જરૂરિયાત મુજબ બોલાવાય તેવી માંગ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી સતીશ પટેલ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સમક્ષ કરવામાં આવી છે. આ બાબતે વિશેષ માહિતી આપતા રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાના જણાવ્યા મુજબ કોરોના સંબંધિત કામગીરીમાં 50 વર્ષની ઉપરના તથા અસાધ્ય રોગથી પીડાતા શિક્ષકોને તથા દિવ્યાંગ શિક્ષકોને બાળકો શાળાઓમાં ન આવે ત્યાં સુધી મુક્તિ આપવા માંગ કરાઈ છે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા તથા મહામંત્રી કેરણાભાઈ આહીરે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer