ભુજમાં સિદ્ધાર્થપાર્ક સોસાયટી અને સિતારામ પરિવારમાં બાકી રહેતો માર્ગ સત્વરે બનાવવા માંગ

ભુજ, તા.5 : છેલ્લા પાંચેક માસથી 10 મીટર જેટલા રોડનું કામ અટકી જતાં ભુજની સિદ્ધાર્થપાર્ક સોસાયટી અને સિતારામ પરિવારના રહેવાસીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે સુધરાઇમાં રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ ન આવતાં કલેકટર સમક્ષ ધા નખાઇ હતી. નવાઇની વાત તો એ છે કે, આ માર્ગથી દશ ગણા વધુ ખર્ચે ગટરનું કામ ચાલુ માસમાં કરાયું તો આઠ માસ અગાઉ મંજૂર માર્ગ શા માટે નથી બનાવાતો તેવો સવાલ પણ ઊઠયો છે. અલબત્ત, આ અંગે સુધરાઇના આધારભૂત વર્તુળ પાસેથી મળેલી માહિતી મુજબ ભીમરાવનગરમાં પાણી ન આવતાં પહેલા લાઇન નાખવાની માંગ કરતાં માર્ગનું કામ અટક્યું હતું. એ લાઇન કારોબારીમાં મૂકવાનું બાકી હોવાથી એ પ્રક્રિયા પૂર્ણ થયે માર્ગનું કામ ત્વરિત હાથ ધરાશે તેવું જાણવા મળ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer