ગરમીના દિવસોમાં વાહનોમાં થોડું ઓછું ઈંધણ ભરાવો

ગાંધીધામ, તા. 5 : હાલ ગરમીનો પ્રકોપ વધ્યો છે ત્યારે વાહનમાં આગ અકસ્માતથી બચવા દ્વીચક્રી અને ચાર ચક્રીય વાહનમાં ઓછી માત્રામાં પેટ્રોલ ભરાવવા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારાઅનુરોધ કરાયો છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ઉપર જશે તેથી  વાહનમાં વધુ માત્રામાં ઈંધણ ન ભરાવવા જણાવાયું છે. વધુ માત્રામાં પેટ્રોલ કે ડીઝલ સંગ્રહિત હશે તો વિસ્ફોટ થવાની ભીતિ રહેતી હોય છે. આ પ્રકારના બનાવ બન્યા હોવાનું જણાવી વાહનમાં અડધી ટાંકી જેટલું જ ઈંધણ ભરાવવા અનુરોધ કરાયો છે અને પેટ્રોલની ટાંકીને દિવસમાં એકવાર ખોલીને અંદર બનતા ગેસને બહાર કાઢવા પણ તાકીદ કરાઈ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer