આદિપુરનો 1-એ વિસ્તાર કોવિડ-19 કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર

ભુજ, તા. 5 : ગાંધીધામ તાલુકાના આદિપુરના 1-એ વિસ્તારના મુકેશ ખીમજી મહેશ્વરીના ઘરથી રામભાઈ મકવાણાના ઘર સુધી અને સામેની લાઈનમાં સુમાર ભોજા મહેશ્વરીના ઘરથી કિશન ગલાલના ઘર સુધી આદિપુરના વિસ્તારને તા. 17-6 સુધી કોવિડ-19 કન્ટેઈનમેન્ટ એરિયા તરીકે કલેટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણ ડી.કે. દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવતાં લોકોની સુરક્ષાનાં પગલાંરૂપે સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો છે. રહેવાસીઓને રાશન વગેરે જીવનજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર તેમના ઘરે પૂરી પાડશે. જાહેરનામાનો ભંગ કરનારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ-51થી 58 ભારતીય દંડસહિતની કલમ 188ની જોગવાઈ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer