અંજારમાં માસ્ક વિના બિન્ધાસ્ત ફરતા લોકોને લઈને નાગરિકોમાં છે ચિંતા

અંજાર, તા.5: કોરોનાનું સંક્રમણ નાથવા માટે સરકારી માર્ગદર્શિકાઅને જિલ્લા કલેકટરના જાહેરનામા મુજબ ઘરની બહાર નીકળનારા પ્રત્યેક  નાગરિકને માસ્ક પહેરવા  સૂચના અપાઈ છે, તેમ છતાં અંજાર શહેરી વિસ્તારમાં આ વાતનો જાણે છેદ ઊડતો હોય તેવો તાલ સર્જાયો છે.ઐતિહાસિક અંજાર શહેરમાં કોરોના મહામારીનો ડર ન હોય તેમ શહેરના  વિવિધ સ્થળોએ   લોકો માસ્ક વિના બિન્ધાસ્ત ફરતા હોવાના મુદ્દે જાગૃત નાગરિકોએ ચિંતા વ્યકત કરી હતી.આ ઉપરાંત સુધરાઈના સફાઈ કર્મચારીઓ પણ માસ્ક સહિતના સુરક્ષા સાધનોનો ઉપયોગ  કરતા નથી જેને કારણે ખુદ કર્મચારી અને લોકોના આરોગ્યનું જોમખ ઊભું થયું હોવાની બૂમ પડી છે. પાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી માસ્ક વિના લોકોને દંડ કરવાની કાર્યવાહી  બંધ કરાઈ  હોવાનું જાણકારોએ  કહ્યું હતું.પાલિકાના મુખ્ય અધિકારી  સંજય પટેલનો સંપર્ક કરતાં તેમણે  કહ્યું હતું કે, માસ્ક વિના ફરતા 115 લોકો પાસેથી રૂા. 11,500નો દંડ વસૂલાવામાં આવ્યો છે. હાલમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં કર્મચારીઓ વ્યસ્ત હોવાથી અને સ્ટાફ ઘટનાં કારણે આ   કામગીરીને મર્યાદિત કરી દેવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer