અંજાર તાલુકાની ગૌશાળા-પાંજરાપોળોને 1.21 કરોડની રકમ ફાળવી ચૂકવણું

અંજાર, તા. 5 : હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીની સમસ્યા સર્જાઈ છે ત્યારે દેશમાં પણ આ સમસ્યાના કારણે લોકડાઉન જાહેર થવાના લીધે અંજાર તાલુકાની ગૌશાળા/પાંજરાપોળ નિભાવવા ખર્ચની સમસ્યાના સર્જાતાં રાજ્યમંત્રી વાસણભાઈ જી. આહીરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પાસે આ પ્રશ્નની રજૂઆત કરી હતી.આ રજૂઆતને ધ્યાને લઈ અને ત્વરિત પ્રતિસાદ આપી તાત્કાલિક અસરથી અંજાર શહેર તેમજ તાલુકાની કુલ 46 ગૌશાળા-પાંજરાપોળ માટે રૂપિયા એક કરોડ એકવીસ લાખ એકોતેર હજારની ચૂકવણી કરાઈ હતી. આ રકમમાંથી 46 જેટલી ગૌશાળા/પાંજરાપોળના 16,228 જેટલાં પશુઓનો નિભાવ થઈ રહ્યો છે. આ રકમની ફાળવણી થતાં જ અંજાર પ્રાંત અધિકારી ડો. વિમલભાઈ જોશી અને મામલતદાર એ.બી. ભંડોરીએ તાત્કાલિક અસરથી વિતરણ કરી દીધું છે. મુખ્યમંત્રી શ્રી રૂપાણી, ના. મુખ્યમંત્રી શ્રી પટેલ અને મંત્રી વાસણભાઈ જી. આહીરનો તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ આહીર, શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઈ આર. શાહ, શહેર ભાજપ મહામંત્રી કાનજીભાઈ જીવાભાઈ આહીર તથા મશરૂભાઈ રબારી, શહેર ભાજપ મહામંત્રી દિગંતભાઈ ધોળકિયા તથા અશ્વિનભાઈ સોરઠિયા, કચ્છ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ એ. કોઠારી, તાલુકા પંચાયત પ્રમુખ શંભુભાઈ આહીર, અંજાર નગરપાલિકાના પ્રમુખ રાજેશભાઈ વી. ઠક્કરએ ખૂબ-ખૂબ આભાર માન્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer