ભુજ બારના લોગોવાળા માસ્ક તૈયાર : સભ્યોને વિતરિત કરાશે

ભુજ બારના લોગોવાળા માસ્ક  તૈયાર : સભ્યોને વિતરિત કરાશે
ભુજ, તા. 4 : કોરોના સામેના રક્ષણ માટે પ્રથમ જરૂરિયાત એવા માસ્કનો ઉપયોગ હજુ લાંબો સમય રહેશે. આ સ્થિતિમાં ભુજના ધારાશાત્રીઓની સંસ્થા ભુજ બાર એસો. દ્વારા સંસ્થાના લોગો સાથેના માસ્ક તૈયાર કરાયા છે. ભુજ બાર એસો. દ્વારા લોગો સાથેના આ માસ્ક તૈયાર થઇને આવી ગયાનું આજે જાહેર કરાયું હતું અને જણાવ્યું હતું કે, બારના પ્રમુખ વિમલભાઇ મહેતા અને મંત્રી અમિત એ. ઠક્કર ઉપરાંત ઉપપ્રમુખ પંકજભાઇ વૈશ્નવની કચેરીએથી સભ્યોને મળી શકશે. આ ખાસ માસ્ક માટે એડવોકેટ અમિત ઠક્કર, આર.એસ. ગઢવી, અલ્પેશ પવાણી, મયૂર ખટાણા અને બિપિન નાથબાવા દ્વારા સહયોગ અપાયો છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer