અજરખપુર ગામે 4.30 લાખના ખર્ચે નિર્મિત સમાજવાડી શેડનું લોકાર્પણ

અજરખપુર ગામે 4.30 લાખના ખર્ચે નિર્મિત સમાજવાડી શેડનું લોકાર્પણ
અજરખપુર (તા. ભુજ), તા. 4 : પદ્ધર જૂથ ગ્રામ પંચાયતમાં આવેલા આ ગામમાં વિવિધ સામાજિક પ્રસંગોમાં ઉપયોગી થાય તે હેતુથી નિર્મિત સમાજવાડી શેડના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમાજવાડી શેડ બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ લિ. તરફથી રૂપિયા ચાર લાખ ત્રીસ હજારના ખર્ચે બનાવી આપ્યો છે. આ પ્રસંગે સિકંદરભાઈ ખત્રીના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં ગામમાં થતાં અલગ-અલગ સામાજિક પ્રસંગો તથા ભોજન સમારંભમાં આશરે એક સાથે 500 માણસો જમી શકે તેવો આ શેડ ઉપયોગી થઈ પડશે. આ તબક્કે બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ લિ. તરફથી સી.એસ.આર અને લાયઝન હેડ પી.આર. પંડયા (નિવૃત્ત ડીવાયએસપી), ડી. ડી. રાણા (નિવૃત્ત પીઆઈ) તથા અલ્કેશ ભટ્ટ અને પદ્ધર જૂથ ગ્રામ પંચાયતના સભ્ય સિંકદરભાઈ ખત્રી અને ગામના અગ્રણી ડો. ઈસ્માઈલભાઈ ખત્રી, કાદરભાઈ ખત્રી, રઉફભાઈ ખત્રી હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer