અંજાર એપીએમસીએ ખાલી કરાવેલી જગ્યાએ પુન: શાક માર્કેટ ચાલુ કરાઈ

અંજાર એપીએમસીએ ખાલી કરાવેલી જગ્યાએ પુન: શાક માર્કેટ ચાલુ કરાઈ
અંજાર, તા. 4 : અહીંની એપીએમસી સંચાલિત સવાસર નાકા શાક માર્કેટ છૂટક શાકભાજી વેચનારા ભાઈઓ-બહેનો દ્વારા પુન: પહેલાની માફક પોતાની જગ્યાએ શરૂ કરાઈ હતી.  કોરોનાના કપરા સમયમાં સામાન્ય વર્ગના માણસોના પરિવારનું પાલન પોષણ કરવું દુષ્કર બની રહ્યું છે ત્યારે અંજાર એપીએમસી દ્વારા આ કોરોનાકાળનો લાભ લઈ સવાસર નાકા શાક માર્કેટની જમીન ખેડૂતો તેમજ છૂટક શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવનારા નાના વર્ગના ભાઈઓ-બહેનો તેમજ નાના ખેડૂતોને ધાક-ધમકી તેમજ હેરાન પરેશાન કરી શાક માર્કેટ ખાલી કરવા દબાણ કરવામાં આવ્યું અને ત્યાંથી બધાને ભગાડી મૂકવામાં આવ્યા હતા. એપીએમસીની બોર્ડ મિટિંગમાં હોદ્દેદારો દ્વારા આ શાક માર્કેટ ખાલી કરવાના એજન્ડા પર ચર્ચા થશે.  છૂટક શાકભાજી વેચનારા ભાઈઓ-બહેનો દ્વારા પોતાની જગ્યાએ જખદાદા સમિતિના કાર્યકર રવિ આહીર, જેન્તીભાઈ વાઘમશી, રતિલાલ વાઘમશી, ચેતનાબેનના નેતૃત્વ હેઠળ પુન: શરૂ કરી જેનો અંજારના નાગરિકો તેમજ સામાન્ય વર્ગના ભાઈઓ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer