કચ્છના 28 કન્ટેઈનમેન્ટ ઝોનમાં કુલ 36 હજાર લોકોનો સર્વે

ભુજ, તા. 4 : જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર અને આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ કુલ 28 કન્ટેઈનમેન્ટ ઝોનમાં અત્યાર સુધીમાં કુલ 36,015 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં કુલ 78 શંકાસ્પદ કેસોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. છેલ્લા ચોવીસ કલાકમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. 7 કેસના રિપોર્ટ આવવાના બાકી છે. અત્યાર સુધી કુલ 83 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં 19 એક્ટિવ પોઝિટિવ કેસ છે. કુલ 1825 જેટલ લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઈન હેઠળ છે. હાલમાં 3175 લોકોને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે પોઝિટિવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની ક્વોરેન્ટાઈન અંગેની વિગતોમાં 309 લોકોને સંસ્થાકીય ક્વોરેન્ટાઈન હેઠળ અને 561 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જિલ્લાની વિવિધ કોવિડ હોસ્પિટલમાં હાલ 52 દર્દી એડમિટ છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer