પશ્ચિમ કચ્છના વન અધિકારીનો અમદાવાદમાં કોરોના પોઝિટિવ

ભુજ, તા. 4 : પશ્ચિમ કચ્છના મદદનીશ વન સંરક્ષકને અમદાવાદમાં સારવાર દરમ્યાન કોરોનાના  લેવાયેલા સેમ્પલનો પોઝિટિવ રિપોર્ટ આવતાં તેમના સંપર્કમાં આવેલા ભુજના કર્મચારીઓ અને સારવાર આપનારા તબીબ અને નર્સિંગ સ્ટાફને ક્વોરેન્ટાઇન કરવાની કાર્યવાહી આરોગ્યતંત્રએ હાથ ધરી છે તેવું ટીડીઓએ જણાવ્યું હતું. મહેસાણાથી આવીને વન અધિકારીએ ચાર્જ સંભાળ્યો હતો. તેઓ પથરીની તકલીફ થતાં ભુજની એમએમપીજે હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યાંથી બે દિવસ પહેલાં અમદાવાદ સારવાર અર્થે ગયા હતા. તેમનો પોઝિટિવ કચ્છનો ગણાયો નથી. પોઝિટિવ કેસ 83 થયા : કોઇ સેમ્પલનું પરીક્ષણ બાકી નથી કચ્છમાં કોરોના પોઝિટિવનો આ જે એક નોંધાતા કુલ્લ 83 પોઝિટિવ થયા છે, તેમાંથી 59 દર્દી સ્વસ્થ થયા છે, હજુ 19 એક્ટિવ પોઝિટિવ કેસ છે. રાજ્ય કક્ષાએથી કોરોના શંકાસ્પદના સેમ્પલ લેવાના ટાર્ગેટ અપાય છે. છેલ્લા અઠવાડિયાથી 100થી 125 સેમ્પલ ટાર્ગેટ મુજબ લેવાયા?છે, જેમાંથી કોઇનું પરીક્ષણ બાકી નથી તેવું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer