ગાંધીધામનો આરતી મેન્શન પ્લોટ નં. 19સેક્ટર-2 વિસ્તાર કન્ટેઇનમેન્ટ જાહેર

ભુજ, તા. 4 : ગાંધીધામના આરતી મેન્શન પ્લોટ નં. 19, સેક્ટર-2 વિસ્તારને તા. 14/6 સુધી કોવિડ-19 કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડી.કે. દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતાં તકેદારીના પગલાંરૂપે સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રહેવાસીઓને  રાશન વગેરે જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા ઘરે પૂરી પાડવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ-51થી 58 તથા ભારતીય દંડસંહિતાની કલમ 188ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer