રવાપર પંચાયત 15મા નાણાપંચની 2પ ટકા રકમ સ્વાસ્થ્ય કાર્યો માટે વાપરશે

રવાપર (તા. નખત્રાણા) તા. 4 : કોરોનાના પગલે સરકારના આદેશ મુજબ 15 મા નાણાપંચનાં આયોજન માટે સરપંચ પુષ્પાબેન દિનકરભાઈ રૂપારેલના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરાયું હતું. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત હેઠળ યોજાયેલી બેઠકમાં તલાટી યોગેન્દ્રસિંહ જાડેજાએ સરકારના નિર્દેશ મુજબ 2પ ટકા કામો કોરોના વાયરસના પગલે ગટરકામ અને સ્વાસ્થ્ય અંતર્ગત 2પ ટકા કામો પાણી પ્રશ્ને અને પ0 ટકા કામો રેગ્યુલર મુજબ સૂચન કરી આયોજન કરાયાં હતાં. આ પ્રસંગે તા.પં. વિપક્ષી નેતા અશ્વિનભાઈ રૂપારેલે હાજરી આપી માર્ગદર્શન આપ્યું હતું. 14મા નાણાપંચ હેઠળના વિકાસકામો જેમાં મુખ્ય મેઈન બજાર ખાતે દેના બેંકથી લક્ષ્મીના. મંદિર ખાતે સીસી રોડ, વિનોદભાઈ સોનીના ઘરથી પ્રકાશ પિત્રોડાના ઘર સુધી સીસી રોડ તેમજ તળાવ સુધારણ અને ગામના દરેક વિસ્તારમાં 120 જેટલી એલ.ઈ.ડી., અનુ. જાતિ કમ્પાઉન્ડ હોલ સહિતનાં કામો પ્રગતિ અન પૂર્ણતાના આરે છે, ત્યારે 1પમા નાણાપંચ હેઠળ 2પ ટકા પાણી પ્રશ્ને જૂની પ્રાથમિક શાળા ખાતે 2.પ0 લાખ લિટર પાણી સ્ટોરેજ ટાંકો જેમાં ચાર ડંકી સાથેનું આયોજન આવતા વર્ષ માટે કરાયું છે. જ્યારે  25 ટકા કોરોનામાં સ્વાસ્થ્ય અને ગટર પ્રશ્ને નાગવીરી રોડ ખાતે અને ડેમ વિસ્તારમાં ગટરલાઈન, સૈયદ જાશીનછાના ઘર પાસે ખૂટતી ગટર લાઈન, ગિરીશ મારાજના ઘર પાછળથી મેઈન ટાંકા સુધી ગટરલાઈન સહિતના કામોનો સમાવેશ થાય છે. જી.એમ.ડી.સી.ની કિટ મુજબ વિતરણ સહિત ગામમાં દરેક માર્ગ સેનિટાઈઝ કરાયા હતા. આ મીટિંગમાં તમામ સભ્યો, ઉપસરપંચ મહેશભાઈ નરશી વાસાણી, ન્યાય સમિતિ ચેરમેન કંચનબેન જેઠાલાલ જાદવ, સંચાલન તલાટી શ્રી જાડેજાએ કર્યું હતું.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer