જૈન સમાજના 550 પરિવાર માટે ત્રણ લાખ રૂપિયાની રોકડ સહાય અપાઈ

ભુજ, તા.4 : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે સંસ્થા પરિવારના જ સભ્યોના ગુપ્તદાનના સથવારે કોરોના મહામારીના ઉપદ્રવના કારણે મુશ્કેલીમાં મુકાયેલા જરૂરતમંદ જૈન સાધર્મિક પરિવારોને રૂા. ત્રણ લાખની આર્થિક સહાય કરાઈ હતી. સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાની રાહબરી હેઠળ ભુજ, રાપર, માંડવી, વર્ધમાનનગર, ભુજોડી આદિ વિસ્તારોમાં વસવાટ કરતા સમસ્ત જૈન સમાજના જરૂરતમંદ સાધર્મિક પરિવારોનો સર્વે કરાવી 150 જેટલા જરૂરતમંદ પરિવારોના ઘરે રૂબરૂ જઈ પ્રત્યેક પરિવારને રૂા. બે હજારની રોકડ સહાયના કવર હાથોહાથ અર્પણ કરવામાં આવ્યા હતા. કુલ રૂા. ત્રણ લાખ જેટલી રોકડ આર્થિક સહાય કરવામાં આવી હતી. આ સંપૂર્ણ પ્રોજેક્ટનો લાભ નવચેતન પરિવારના સભ્યોએ જ લીધો હતો અને પોતાના નામ ગોપનીય રાખવાનું જણાવતાં સંસ્થાના પ્રમુખ તથા સમગ્ર ટીમે તેમની અનુમોદના કરી હતી. દિનેશ શાહ, હિરેન દોશી, વિશ્વ મહેતા, પ્રદીપ દોશી, નિપમ ગાંધી, રાજેશ સંઘવી, જયેશ ચંદુરા, ચંદુભાઈ પારેખ, કૌશિક મહેતા, અશોક વોરા, રાજુ પારેખ વિ.એ જહેમત ઉઠાવી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer