ખાનગી લકઝરી-ટ્રકને રોડ ટેક્સમાં રાહત આપવા માંગ

ભુજ, તા. 4 : ખાનગી લકઝરી બસ અને ટ્રકને રોડ ટેક્સમાં રાહત આપવા માટે રાજ્યના વાહન વ્યવહારમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ભચાઉ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભરતભાઇ ઠક્કરે કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર ખાનગી બસોને દર માસે તથા ટ્રકને ત્રણ માસે ટેક્સ ભરવાનો થતો હોય છે. લોકડાઉનના કારણે લાંબો સમય ધંધો બંધ રહેતાં ટેકસ ભરવાની સાથે બેન્ક લોનના હપ્તા ભરવામાં હાલાકી વેઠવી પડે છે, ત્યારે હાલતુરત ત્રિમાસિક રોડ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગણી કરાઇ છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer