ગાંધીધામ:શ્રમિક સ્પેશિયલ ટેનોમાં ચેમ્બરે 25 હજાર જેટલાં ફૂડ પેકેટ પૂરાં પાડયાં

ગાંધીધામ,તા.4: અહીંની ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ધ્વારા વિવિધ સંસ્થાઓ અને   દાતાઓના સહકારથી 16  ટેનોમાં 25 હજાર શ્રમિકોને ફૂડ પેકેટ વિતરણ કરાયા હતા.કચ્છના  પરપ્રાંતીય મજૂરોને પોતાના વતન પહોંચતા સરકાર ધ્વારા શ્રમિક વિશેષ ટેન દોડાવાઈ હતી.ચેમ્બર ધ્વારા  કચ્છ જિલ્લા ભાજપ  અને સાંસદની પ્રેરણાથી શ્રમિકોને ફૂડ પેકેટ તથા છાસ -પાણી અપાયા હતા. આ માટેના દાતા ચેમ્બરના  ઉપપ્રમુખ તેજાભાઈ  કાનગડ (નીલકંઠ સોલ્ટ ગ્રુપ), સહમંત્રી જતીન અગ્ર્રવાલ (અગ્રવાલ ગ્રુપ ઓફ કું.) જયેશભાઈ રાજદે (જે.આર.ગ્રુપ), બાબુભાઈ હુંબલ (શ્રી રામ ગ્રુપ કાં.) મયંકભાઈ સિંધવી (ફેન્ડઝ ગ્રુપ), સંજય ગાંધી(લાયન્સકલબ,ગાંધીધામ), રાકેશ અગ્રવાલ (અમુલ્યા માઈકો), મંત્રી આશિષ જોષી (માલારા ગ્રુપ), હરિશ્યામ(સમુદ્ર શિપીંગ), પીટર ચાકો (ક્રોસ ટેડ શિપીંગ), રાજેન્દ્ર જૈન (ધનશ્યામ એન્ટરપ્રાઈઝ), હરીશભાઈ માહેશ્વરી, બળવંતભાઈ ઠકકર, સ્વ. રામજીવન પોદાર (પોદાર ફેમિલી)નો સહકાર સાંપડયો હતો. દાતાઓના યોગદાન થકી માનવીય સંવેદના  સાથે  જોડાયેલું કાર્ય સંપન્ન થઈ શકયું હતું. ચેમ્બર વેપાર ઉદ્યોગ જગત તથા માનવતાલક્ષી કાર્ય માટે સદાય અગ્રેસર રહી હોવાનું એક યાદીમાં જણાવાયું  હતું.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer