જૂથ ચર્ચા કેવી હોય અને તેમાં તફાવત વગેરેની સમજ અપાઈ

અંજાર, તા. 4 : વિદ્યાર્થીઓમાં આજે શિક્ષણ અને અભ્યાસક્રમ ઉપરાંત અલગ-અલગ સેક્ટરમાં પ્રવેશ માટે સૌથી જરૂરી આવડત અને સ્કિલ પર ફેસબુક લાઈવ સેશનમાં ભાર મુકાયો હતો. અહીં એજ્યુકેશન સોસાયટી સંચાલિત કચ્છ યુનિ. સંલગ્ન કોલેજ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટનું આયોજન કરાયું હતું. ઈન્ટરવ્યૂ એટિકેટ જેવા અગત્યના વિષય પર મૌલિક ધોળકિયાએ ફેસબુક લાઈવ સેશન દ્વારા વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. વિદ્યાર્થીઓને ઓફિસ વેર, પ્રોફેશનલ એટિકેટ અને સાથે બાયોડેટામાં શું તફાવત સાથે એક આદર્શ રિઝયુમમાં શું હોવું જોઈએ તેના વિશે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. એજ્યુકેશન સોસાયટીનાં કેમ્પસ કો-ઓર્ડિનેટર ડો. શિલ્પા શુક્લા ભટ્ટ દ્વારા હાલની સ્પર્ધાત્મક પરીક્ષાના અને કૉર્પોરેટ સેક્ટરના સૌથી અગત્યના ટૂલ તેવાં `ગ્રુપ/જૂથ ચર્ચા' પર ટિપ્સ આપી હતી. જૂથ ચર્ચામાં શું તફાવત છે અને જૂથ ચર્ચાના ઉદાહરણ સાથે સમજાવ્યા હતા.રિક્રુટકોન અંતિમ ફેસબુક લાઈવ સેશનમાં ડૉ. ફરીદ ખોજાએ પ્રેક્ટિકલ વિષય પર વિદ્યાર્થીઓને સમજણ પૂરી પાડી હતી. સંકલન અંજલિ સેવક દ્વારા કરવામાં આવ્યું હતું. અધ્યાપક રવિભાઈ કોટક જોડાયા હતા. દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં. હરીશ ચાવડા, શંકર ગોસ્વામી, ચિંતન ગજજરનો સહકાર મળ્યો હતો.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer