મોટી છેરમાં પડતર જમીન પર દબાણ-ખેડવાણ મામલે ઘાતક હથિયારો સાથે બે જૂથ આમનેસામને

ભુજ, તા. 4 : લખપત તાલુકામાં મોટી છેર ખાતે કાર્યરત વિદ્યુત મથક નજીકની અઢી એકર પડતર જમીન ઉપર દબાણના મામલે હથિયારો સાથે ધસી આવેલા ગ્રામજનોનાં ટોળાં સામે  જુદી-જુદી બે ફોજદારી ફરિયાદ મહાવ્યથા સહિતની કલમો તળે નોંધાવાઇ હતી. કુલ્લ 30 જણ સામે આ ફોજદારીઓ દાખલ કરાવાઇ છે. દયાપર પોલીસ મથકે નોંધાયેલા આ બનાવ વિશે સત્તાવાર સાધનો પાસેથી મળેલી જાણકારી અનુસાર મોટી છેર પાવર પ્લાન્ટના ઓપરેટર પૃથ્વીરાજજી રાણાજી રાઠોડે 21 જણ સામે જ્યારે સલામતી રક્ષક તરીકે ફરજ બજાવતા સવાઇસિંહ ભુરજી રાઠોડે નવ જણ સામે હથિયારો સાથે આવી ડખો કરવા સહિતના આરોપસર ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં લખાવાયા મુજબ છેર પાવર પ્રોજેકટ પાસેની પડતર અને સરકારી જમીન ઉપર જે.સી.બી. વડે સાફસફાઇની કાર્યવાહી હાથ ધરાતાં આ અનુસંધાને આ સમગ્ર બબાલ સર્જાઇ હતી.બનાવ બાબતે પૃથ્વીરાજજી રાઠોડ દ્વારા મોટી છેર ગામના સવાઇસિંહ ભુરજી રાઠોડ, ભુરજી ભગુજી રાઠોડ, કરશનજી ભગુજી રાઠોડ, ગુલાબાસિંહ ભુરજી રાઠોડ, કાનજી સવાઇસિંહ રાઠોડ, વેરસલજી કરશનજી રાઠોડ, ગુમાનાસિંહ કરશનજી રાઠોડ, સુરુભા કરશનજી રાઠોડ, સોમાજી કરશનજી રાઠોડ, હઠાસિંહ કરશનજી રાઠોડ, લાખિયારજી કરશનજી રાઠોડ, કારૂભા આંબાજી રાઠોડ, પૃથ્વીરાજજી રાણાજી રાઠોડ, સુરુભા રાણાજી રાઠોડ, ભેરાજી રાણાજી રાઠોડ, લધુજી રાણાજી રાઠોડ, ચેનાજી રાણાજી રાઠોડ, જેતમાલજી રાણાજી રાઠોડ, આંબાજી મગાજી રાઠોડ, વિભાજી ભગુજી રાઠોડ અને રવિરાજાસિંહ વિંઝાજી રાઠોડ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. જ્યારે સિકયુરિટી ગાર્ડ સવાઇસિંહ રાઠોડ દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં આરોપી તરીકે મોટી છેર ગામના ભુરજી નગાજી રાઠોડ, વિંઝાજી નગજી રાઠોડ, ખીરાજી ભુરાજી રાઠોડ, ભૂપતાસિંહ ભુરાજી રાઠોડ, જોધાજી વિંઝાજી રાઠોડ, ગોપાલજી વિંઝાજી રાઠોડ, હકુજી સવાઇસિંહ રાઠોડ, પૃથ્વીરાજાસિંહ રાણાજી રાઠોડ અને પ્રવીણાસિંહ રાણાજી રાઠોડને બતાવાયા છે.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer