અંજારની ભાગોળે જુગાર ખેલતા છ ખેલી ઝડપાયા

ગાંધીધામ, તા. 4 : અંજારમાં મેઘપર ફાટક નજીક આવેલી રાઘવ રેસિડેન્સીમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. આ ખેલીઓ પાસેથી રોકડા રૂા. 23,320 જપ્ત કરવામાં આવ્યા હતા. અંજારના મેઘપર ફાટક નજીક આવેલી રાઘવ રેસિડેન્સીમાં આજે સાંજે પોલીસ ત્રાટકી હતી. આ સોસાયટીની છેલ્લી ગલીમાં જાહેરમાં પત્તા ટીંચતા જયંતી પરષોત્તમ વારૈયા, અમિત ભીમજી પ્રજાપતિ, પ્રવીણ કેશવલાલ ઓઝા, દીપક મોહનલાલ પ્રજાપતિ, હિતેશ ડાયાલાલ ઠક્કર અને જિતેન્દ્ર મલુ વારૈયા નામના શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. ગંજીપાના વડે જુગાર ખેલતા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 23,320, છ મોબાઇલ, બાઇક નંબર જી.જે. 12.બી.એચ. 6864, જી.જે. 12 બી.એલ. 2064 તથા જી.જે. 12 એ.આર. 8300 એમ કુલ્લ રૂા. 1,23,820નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer