પવનના ભારે વંટોળથી અંજારમાં મેન્ગો માર્કેટનો ડોમ ધરાશાયી

પવનના ભારે વંટોળથી અંજારમાં મેન્ગો માર્કેટનો ડોમ ધરાશાયી
અંજાર, તા. 3 : સાંગ નદી વિસ્તાર પાસે મેન્ગો માર્કેટમાં કેસર આંબાની હરાજી ચાલુ હતી ત્યારે જ વિશાળ ડોમ આજે પવનના ભારે વંટોળથી ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી. જો કે, સદ્નસીબે જાનમાલની નુકસાની ટળી હતી પરંતુ માલની અવરજવર માટે ડોમની અંદર રહેલાં ફોરવ્હીલ વાહનો કલાકો સુધી ફસાઇ?ગયાં હતાં. છેલ્લા થોડાક દિવસથી રાજ્યમાં `િનસર્ગ' વાવાઝોડાની આગાહી થઇ રહી છે ત્યારથી જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વાવાઝોડાની અસર રૂપે છેલ્લા બે-ત્રણ દિવસથી સમગ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું સાથે-સાથે ગરમીથી ઉકળાટમાં પણ નોંધપાત્ર વધારો અનુભવાયો હતો. આજરોજ બપોર બાદથી જ શહેરમાં ભારે ગરમી અને બફારો નોંધાયા હતા તેમજ કાળાં વાદળો ઘેરાયાં હતાં જેના લીધે વરસાદની આશંકા સેવાઇ હતી.આજે બપોરે 3થી 4 વાગ્યાની વચ્ચે અંજારના સાંગ નદી વિસ્તારની પાસે શરૂ કરાયેલી મેન્ગો માર્કેટમાં એકાએક જોરદાર પવનના લીધે મોટો વંટોળ સર્જાયો હતો જેના કારણે ત્યાં કેસર કેરીની હરાજી માટે બંધાયેલો વિશાળ ડોમ જમીનદોસ્ત થયો હતો. આ ઘટનાને પગલે ડોમની અંદર રહેલા લોકોમાં અફરાતફરી મચી હતી તેમજ તેમનામાં ભયનો માહોલ ફેલાયો હતો. વિશાળ ડોમ ધરાશાયી થયો હોવા છતાં સદ્નસીબે કોઇ જાનમાલનો નુકસાન નહોતો થયો. આ ઘટનાને કારણે કેસરની હરાજીને થોડા સમય માટે બંધ રખાઇ હતી તેમજ ડોમ ધરાશાયી થઇ જતાં માલની અવરજવર માટે ડોમની અંદર રહેલાં ફોર વ્હીલર્સ કલાકો સુધી ફસાઇ ગયાં હતાં. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer