માંડવીમાં ડીડીઓએ તબીબી સ્ટાફ સાથે કોવિડ 19 અંગેની સમીક્ષા કરી

માંડવીમાં ડીડીઓએ તબીબી સ્ટાફ સાથે કોવિડ 19 અંગેની સમીક્ષા કરી
ભુજ, તા. 3 : માંડવીમાં જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી અને સંબંધિત મેડિકલ સ્ટાફ સાથે કોવિડ-19ની સમીક્ષા કરી હતી. તાલુકાના દરશડી અને રત્નાપર કન્ટેઈનમેન્ટ ઝોનના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોની મુલાકાત ડીડીઓએ લીધી હતી. તેમણે જે રસ્તા બંધ કરાયા છે તે વિસ્તાર સેનિટાઇઝ કરવા, મેડિકલ ટીમ દ્વારા સેનિટાઇઝ કરવા તથા લોકોને પડતી મુશ્કેલીઓ અંગે  ચર્ચા કરી હતી. કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં  જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. આ મુલાકાતમાં માંડવીના ટીડીઓ, ટીએચઓ અને તબીબી ટીમ સાથે રહી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer