નખત્રાણા તાલુકામાં જળસ્રાવ ઊંચા લાવવા 27 સ્વૈચ્છિક સંસ્થા દ્વારા 117 કામ થશે

નખત્રાણા તાલુકામાં જળસ્રાવ ઊંચા લાવવા 27 સ્વૈચ્છિક સંસ્થા દ્વારા 117 કામ થશે
ભુજ, તા. 3 : ગુજરાત સરકારની અતિ મહત્ત્વાકાંક્ષી યોજના `સુજલામ સુફલામ જળ  અભિયાન-2020' યોજના હેઠળ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લાસ્તરની સમિતિમાં નખત્રાણા તાલુકાના જુદા જુદા ગામોના તળાવો ઊંડા કરવા/નવા તળાવો બનાવવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન-2020 હેઠળ કુલ 117 કામોને મંજૂરી આ5વામાં આવી છે. જે હેઠળ આજ દિન સુધી કુલ 27 સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી કામ ચાલુ કરવા 5રવાનગી મગાતાં તાલુકા નોડલ અને નાયબ કાર્યપાલક ઈજનેર, જળ સં5ત્તિ સંશોધન પેટા વિભાગ, નખત્રાણા પાસે હાલના હયાત તળાવો તથા નવા બનાવવાના થતા તળાવોની સરકારના ધારાધોરણ મુજબ તપાસ કરી, અક્ષાંશ/રેખાંશ સહિત ફોટોગ્રાફ ઉ5રાંત સંબંધિત ગામની ગ્રામ પંચાયતના ઠરાવ સાથે અહેવાલ બાદ કુલ 27 સંસ્થાઓને કુલ 117 કામો શરૂ કરવા મંજૂરી અપાઇ હતી. રાજ્ય સરકાર દ્વારા સુજલામ-સુફલામ પંક્તિને સાર્થક કરતા સુજલામ સુફલામ જળ અભિયાનને નખત્રાણાના ગામોમાં ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. નખત્રાણા તાલુકાના રામપર સરવા, રસલિયા, ખીરસરા, નેત્રા, ખોંભડી, ઉમરપર, બિબ્બર, મોટી અરલ, લુડબાય, દેવીસર વગેરે જેટલા 57 ગામોમાં 60 જેટલા કામો શરૂ થઇ ગયાં છે એમ નખત્રાણા પ્રાંત અધિકારી જી. કે. રાઠોડે માહિતી ખાતાને જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, `હજુ 5ણ ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ અભિયાનમાં જોડાવા રજૂઆત થઇ રહી છે. કામની ગુણવત્તા જળવાઇ રહે તે માટે નોડલ ઓફિસરને સતત મોનિટરિંગ કરવા સૂચનાઓ આ5વામાં આવે છે અને કલેકટર તથા સંબંધિત અધિકારીઓ દ્વારા 5ણ કામોની આકસ્મિક મુલાકાતો લેવામાં આવે છે. સુજલામ સુફલામ જળ અભિયાનથી નખત્રાણા તાલુકાના ગામડાઓમાં જળસ્તર ઊંચા આવવાની શકયતા ખેડૂતો દર્શાવી રહ્યા છે ને ભવિષ્યમાં આ અભિયાનથી નખત્રાણા તાલુકાના ગામડાઓની પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો થશે એમ અપેક્ષા રાખે છે.' 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer