કોરોનાનો પ્રાથમિક તબક્કો હોમિયોપેથીથી મટી શકે છે

કોરોનાનો પ્રાથમિક તબક્કો હોમિયોપેથીથી મટી શકે છે
વિથોણ, તા. 3 : કોરોના વાયરસનો પ્રાથમિક તબક્કો હોમિયોપેથી દવાથી મટી શકે છે તેમજ આયુર્વેદિક ઉકાળો વગેરે સંક્રમણને રોકી શકે છે તેવો ગોવાના તબીબ દંપતીએ મત વ્યક્ત કર્યો હતો. ગોવાના દંપતી અશોક મારવાહ અને પદ્માબેન મારવાહએ અમેરિકામાં રહીને આયુર્વેદ અને હોમિયોપેથી પર અભ્યાસ કર્યો છે. તેઓના જણાવ્યા મુજબ હજી સુધી કોવિડ-19ની કોઇ વેક્સિન તૈયાર થઇ નથી અને કોરોના વાયરસની રસી  બજારમાં આવે નહિ ત્યાં સુધી આયુર્વેદનો ઉકાળો અને હોમિયોપેથીનો ઉપયોગ કરવો હિતાવહ છે. તેઓ કહે છે કે સાબુનો ઉપયોગ જેટલો વધુ થાય તેટલો તંદુરસ્તી માટે સારો છે. એક લિટર પાણીમાં સાબુનો નાનો ટુકડો નાખીને સાથે નમકની ચપટી ઉમેરીને સતત હાથ ધોવાથી કોરોનાના કોષો નબળા પડી જાય છે અને ધીરે ધીરે માણસ કોરોનામુક્ત બને છે. આયુર્વેદમાં જીરું અને અજમાનો ઉકાળો કરી તેની વરાળ દિવસમાં ત્રણ વખત લેવાથી ગળાં અને ફેફસાં સુધી પહોંચેલો કોરોના વાયરસ લગભગ નાશ પામે છે. કપૂરનો ધુપ પણ કોરોનાને રોકવા લક્ષ્મણરેખાનું કામ કરે છે. કોરોનાને હરાવવા માટે બિનજરૂરી કામ માટે બહાર જવું નહિ અને સંક્રમિત વિસ્તારના લોકોથી દૂરી રાખવી, વારંવાર હાથ સાબુથી ધોવા અને પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઇએ. ડો. દંપતીના જણાવ્યા મુજબ કોરોના સંક્રમિત વ્યકિતના સંપર્કમાં આવ્યા પછી 14 દિવસ સુધી બહારી ત્વચા ઉપર રહે છે. અને પછી ગળું અને ફેફસાંમાં રહેલા કોષો ઉપર આક્રમણ કરે છે ત્યારે તેને નબળો પાડવા દેશી ઉકાળા અને ગરમ વરાળ લેવાથી વાયરસ નબળો પડી જાય છે. વર્તમાન સમયમાં કોરોનાને રોકવા એલોપેથિક કરતાં આયુર્વેદિક હોમિયોપથિક દવા જ તેનો ઉપચાર છે. તેઓ કચ્છમાં આવવા આતુર છે. કચ્છમાં પાંગરતી વનસ્પતિ ઉપર રિસર્ચ કરીને લોકોને આયુર્વેદ તરફ લાવવા અને દરેક બીમારી અને મહામારીનો ઉપચાર આયુર્વેદમાં છે તે સાબિત કરવા તત્પર છે એમ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer