ગાંધીધામથી શ્રમિક સ્પેશિયલ ટેનના પ્રવાસીઓને 2200 ફૂડ પેકેટ અપાયાં

ગાંધીધામથી શ્રમિક સ્પેશિયલ ટેનના પ્રવાસીઓને 2200 ફૂડ પેકેટ અપાયાં
ગાંધીધામ,  તા. 3 : કોરોના મહામારી વચ્ચે  કચ્છ જિલ્લા  સમાજવાદી પાર્ટી ધ્વારા જરૂરતમંદોને રાશનકિટ તથા શ્રમિક વિશેષ ટેનમાં ફૂડ પેકેટ  વિતરણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃતિ કરાઈ હતી. સમાજવાર્દી પાર્ટી ધ્વારા છેલ્લા બે મહિનામાં જુદા-જુદા સ્થળેએ જરૂરતમંદોને રાશનકિટ તથા ફૂડ પેકેટ આપીને રાહત પહોંચાડાઈ હતી. આ ઉપરાંત ગાંધીધામથી બંગાળ તરફ તથા ઓરિસ્સા તરફ જનારી શ્રમિક વિશેષ ટેનમાં  2200  ફૂડ પેકેટ  આપી શ્રમિકોને હિંમત આપી વિદાય આપી હતી. મહામારી પૂર્ણ થયા બાદ ફરી કચ્છમાં  આવવા પાર્ટીના આગેવાનોએ અનુરોધ કર્યો હતો. જિલ્લાના તમામ લોકોએ યોગ્ય સહકાર આપી સરકારના નિયમોનું પાલન કરી જાગૃત બનવા પાર્ટીએ અનુરોધ કર્યો હતો. સેવાકીય પ્રવૃત્તિમાં જિલ્લા પ્રમુખ  સહદેવસિંહ યાદવ, રામ યાદવ, ઓમપ્રકાશ તોમર, વિધ્યાસિંહ, કૈલાસ યાદવ, સાહિબસિંહ શાકય, છોટેલાલ યાદવ, શૈલેન્દ્રકુમાર બાજપાઈ, લાલજીભાઈ કારિયા, અખિલ ભારતીય યાદવ સમાજના હેમચંદ યાદવ સહિતનાએ સહકાર આપ્યો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer