ઉદ્યોગો સીએસઆરની રકમ પીએમ ફંડમાં જમા કરાવશે તો કચ્છને અન્યાય

ભુજ, તા. 3 : ઉદ્યોગોને પોતાના નફામાંથી બે ટકા રકમ સ્થાનિકોની સુખ સુવિધાઓ વધારવા માટે વાપરવાનો સામાન્ય નિયમ છે ત્યારે કચ્છના ઉદ્યોગો સીએસઆરની રકમ પીએમ ફંડમાં જમા કરાવશે તો સ્થાનિક લોકોને મોટો અન્યાય થશે તેને કોંગ્રેસે વખોડી જરૂર પડયે ન્યાયાલયનાં દ્વાર ખટખટાવવાની ચીમકી આપી હતી. આ ઉદ્યોગોએ સીધો જ કચ્છના લોકોને ઠેંગો બતાવ્યો છે. આ બધા ઉદ્યોગો પીએમ ફંડમાં રકમ લખાવી સરકારના વ્હાલા બની જવાનો પ્રયત્ન કર્યો છે. ભૂકંપ પછી કચ્છમાં અનેક ઉદ્યોગો આવ્યા અને સ્થપાયા પછી સીએસઆરની રકમ ન વાપરી અનેક વિવાદો ચાલતા હતા જેમાં આ ભ્રષ્ટાચારી સરકારે પોતાના તાયફા કરવા, સરકારની વાહવાહી કરવા ઉદ્યોગોના રૂપિયા વાપરવામાં આવ્યા જેમાં કચ્છ, રાજ્યમાં મોખરે રહ્યું હતું.દેશમાં નવી નીતિ આવી કે આ રકમ પીએમ કેરમાં આપવી, તો તમામ ઉદ્યોગોમાં પડતી મુશ્કેલીઓ, પર્યાવરણની સમસ્યાઓ સામે ગરીબો ઝઝૂમી રહ્યા છે ત્યારે એમની જીવાદોરી, આરોગ્ય, શિક્ષણ, પાણીમાં મળનારી ઉદ્યોગોની નફાની રકમ આજુબાજુની ત્રિજ્યામાં લોકોની સુખાકારીમાં ખર્ચવી જોઇએ. કચ્છની જમીન, પાણી, સમુદ્ર, કોલસો, કાચોમાલ એ લોકોનાં હક્ક છે તે મેળવવા કોંગ્રેસ પાર્ટી પૂરાં પ્રયત્નો  કરશે તેવું પી. સી. ગઢવીએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer