કોરોનાથી મોતનો સિલસિલો: વધુ એક મૃત્યુ

ભુજ, તા. 3 : અહીંની ડેડીકેટેડ કોવિડ-19 હોસ્પિટલમાં કોરોના વાયરસની બીમારીની સારવાર દરમ્યાન માંડવી તાલુકાના રત્નાપરના વડીલે દમ તોડયો હતો. આથી કચ્છમાં કોરોનાથી પાંચમું મોત નોંધાયું હતું. મુંબઈથી તા.16/5ના રત્નાપર (મઉં) આવેલા 62 વર્ષિય વડીલ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે તા. 18/5ના જી. કે. જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે દાખલ થયા હતા, જ્યાં તેમનું કોરોના વાયરસના પરીક્ષણ માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું. તા.19/5 વાયરસ પરીક્ષણનું પરિણામ પોઝિટિવ આવ્યું હતું. તેઓ ડાયાબિટીસ અને હાઈપરટેન્શન બીમારીથી પીડાતા હતા. કોરોના વાયરસની બીમારીની સારવાર દરમ્યાન તેઓ વેન્ટિલેટર પર હતા. તા.3/6ના સવારે 11:33 કલાકે તેમનું અવસાન થયું હતું, તેવું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીની યાદીમાં જણાવાયું હતું. 
    ગાંધીધામ અને ખોખરા ગામમાં કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર થયા  ભુજ, તા. 3 : કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડી.કે. દ્વારા ગાંધીધામના સેક્ટર-5 વિસ્તારના પ્લોટ નં. 232થી 246 અને 11/એથી 20/એ સુધીના વિસ્તારને અને અંજાર તાલુકાના ખોખરા ગામમાં સર્વે નં. 325/1 પૈકીનો વિસ્તાર દરબારવાસ, પ્રાથમિક શાળાની પાછળ આવેલા ભરતસિંહ જાડેજાના ઘર વિસ્તારને કોવિડ-19 કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયા       છે.હાલમાં આવિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતાં આ વાયરસના સંક્રમણને અટકાવવા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં પગલાંરૂપે આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા તેમના ઘરે પૂરી પાડવામાં આવશે.આ જાહેરનામાનો ભંગ કરનાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ-51થી 58 તથા ભારતીય દંડસંહિતાની કલમ 188ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer