ગાંધીધામના વલસાડ ગયેલા પતિ-પત્નીના સંપર્કવાળા 35 જણને ક્વોરેન્ટાઈન કરાયા

ભુજ, તા. 3 : ગાંધીધામના ભારતનગરના રહેવાસી પતિ-પત્નીના પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય તંત્રએ તેમના સંપર્કમાં આવેલાની શોધ આદરી હતી.સંપર્કવાળા 48 જણને ટ્રેસ કરાયા જેમાંથી ત્રણને ઈન્સ્ટિટયૂશનલ ક્વોરેન્ટાઈન જ્યારે 32 વ્યક્તિને હોમ ક્વોરેન્ટાઈન કરાયા હોવાનું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું. આ પતિ-પત્નીને કોરોનાનો ચેપ   ક્યાંથી લાગ્યો તે અંગે તપાસ બાદ જાણી શકાશે. રત્નાપરમાં અગાઉ કાર્યવાહી કરાઈ હતી માંડવી તાલુકાના રત્નાપરના આજે અવસાન પામેલા 62 વર્ષિય વડીલ મુંબઈથી આવ્યા બાદ તબિયત લથડતાં જી. કે. માં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો ત્યારે તેમનાં સંપર્કવાળાને માંડવીના બક્ષીપંચ હોસ્ટેલમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. બુધવારે કોઈ પોઝિટિવ કેસ નથી આજે કચ્છમાં કોઈ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. અત્યાર સુધી 82 પોઝિટિવ કેસ નોંધાયા તેમાંય 59 દર્દી સાજા થયા છે. 18 એક્ટિવ પોઝિટિવ કેસ છે. મૃત્યુ પાંચ નોંધાયા જેમાં એકનું મૃત્યુ ગાયનેક કારણોસર દર્શાવ્યું છે.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer