વરસાદી ઝાપટાં પૂર્વે વરસી અગનવર્ષા

ભુજ, તા. 3 : નિસર્ગ વાવાઝોડાની અસર તળે પ્રી-મોન્સૂન એક્ટિવિટી વેગીલી બનતાં જિલ્લા મથક ભુજ અને તેની આસપાસના વિસ્તારમાં પવન સાથે વરસેલા વરસાદી ઝાપટાં પૂર્વે અગનવર્ષાએ શહેરીજનોને અકળાવ્યા હતા.ભુજમાં મહત્તમ પારો ગઈકાલની તુલનાએ અડધો ડિગ્રી ઊંચકાઈ 41.4 ડિગ્રીએ પહોંચતાં ભુજ રાજ્યનું સર્વાધિક ગરમ મથક બન્યું હતું. તાપ સાથે બફારાએ અકળામણ વધારતાં લોકો પરસેવે રેબઝેબ થયા હતા. કંડલા (એ) અને કંડલા    પોર્ટમાં પારો 39 ડિગ્રીએ અટકયો હતો. દરમિયાન હવામાન વિભાગે જારી કરેલા વર્તારામાં હજુ આગામી ત્રણ દિવસ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પવન અને ગાજવીજ સાથે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી દોર જારી રહેવાની શકયતા દર્શાવાઈ છે.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer