કોરોના સંક્રમણનો ભય ડીપીટી પ્રશાસનિક ભવનમાં પ્રસરતાં કર્મચારીઓમાં ઉચાટ

ગાંધીધામ, તા. 3 : શહેરના સેક્ટર-5માં ગઈકાલે કોરોના પોઝિટિવ પુરુષનું મોત થયું એ પુરુષના પત્ની થોડા દિવસ પહેલાં મૃત્યુ પામ્યા હતા અને તેમની સ્મશાનયાત્રામાં અહીંના અનેક જણ જોડાયા હતા.હવે આ મુદ્દે શહેર સંકુલમાં ભય પ્રસર્યો છે. આજે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના પ્રશાસનિક ભવનમાં આ મુદ્દે કર્મચારીઓમાં ભારે ઉચાટ જોવા મળ્યો હતો. ડીપીટીના નાણાં વિભાગ તથા અન્ય વિભાગના ઘણા કર્મચારીઓ મૃતક મહિલાની સ્મશાનયાત્રામાં જોડાયા હતા. જેની જાણ આજે અન્ય સાથી કર્મચારીઓને થતાં સંક્રમણના ભયે આ કર્મચારીઓ કચેરીમાં જવાના બદલે બહાર જ જમા થઈ ગયા હતા અને કચેરીને સેનિટાઈઝેશનની માગણી કરી હતી. કલાકો બહાર રહ્યા પછી પ્રશાસને ઘરે જવાની છૂટ આપતાં તેઓ ઘરે ચાલ્યા ગયા હતા.  દરમ્યાન સેક્ટર-5ની આ ઘટનાને લઈને ચોક્કસ સમાજના વોટસએપ ગ્રુપમાં સ્મશાનયાત્રાનો ગંભીર મુદ્દો ચર્ચાયો હતો. જે લોકો તેમાંજોડાયા હોય તે તમામને આરોગ્ય તપાસ કરાવવા અને જરૂર પડયે 14 દિવસ ક્વોરેન્ટાઈન રહેવા સલાહ અપાઈ હતી.સુરતમાં અવસાન પામેલાં મહિલાના મૃતદેહને અહીં લાવીને કરાયેલી અંતિમવિધિ સુધી સૌને કુદરતી મોત હોવાની જાણ હતી, પરંતુ હવે આ મહિલાના પતિનું પણ કોરોનાને પગલે મોત થતાં સમગ્ર સંકુલમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer