ગ્રામ્ય વિસ્તારના ડાયાલિસીસના દર્દીઓને રાહત

ભોજાય (તા. માંડવી), તા. 3 : કચ્છમાં ગ્રામીણ વિસ્તારના ડાયાલિસીસના દર્દીઓ માટે સૌપ્રથમ કહી શકાય તેવી સેવા ભોજાય હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક ડાયાલિસીસ સેન્ટરનો પ્રારંભ કરાયો હતો. ભોજાય સર્વોદય ટ્રસ્ટની પશ્ચિમ કચ્છના ગામડાઓ માટેની આરોગ્યસેવાઓમાં એક વધુ પ્રવૃત્તિ ગયા મહિનાથી શરૂ?થઇ છે. જાદવજી કાનજી ચેરિટેબલ ટ્રસ્ટ (બારોઇ)ના મુખ્ય અનુદાનથી માતા વીણાબેન કાંતિલાલ કેનિયા ડાયાલિસીસ સેન્ટરનું નિર્માણ કરાયું હતું, જ્યાં વિનામૂલ્યે ડાયાલિસીસ કરવામાં આવે છે. દર્દી તથા સાથે બરદાસીને પૌષ્ટિક ભોજન અને બરદાસી માટે આરામદાયક વિશ્રામગૃહ સુવિધાઓ પણ નિ:શુલ્ક આપવામાં આવે છે. હાલમાં કાર્યરત છ મશીનો માતા પાનબાઇ કલ્યાણજી કારૂ (ભોજાય), માતા નીલમબેન ત્રિભોવન ગાંધી (ભુજ), માતા દમયંતીબેન સોભાગચંદ શાહ (થીકા-કેનિયા), માતા ગંગાબેન દેવજી મારૂ?(શેમારૂ-હાલાપુર), પ્રભાબેન પ્રવીણભાઇ કરમણ (નૂતન ત્રંબૌ) અને માતા મણિબેન રતનશી વેલજી ગડા (ગઢશીશા) તરફથી ભેટ અપાયા છે. ડાયાલિસીસ મશીનમાં વાપરવામાં આવતું પાણી તદ્દન શુદ્ધ અને ઝીરો ટી.ડી.એસ.નું હોવું જોઇએ. ભોજાય સર્વોદય ટ્રસ્ટે તે માટે નવો બોર બનાવ્યો છે. પાણીનાં શુદ્ધીકરણ માટે આર.ઓ. પ્લાન્ટ તથા ડી.એમ. પ્લાન્ટ, અલ્ટ્રા વાયોલેટ રેડિયેશન ઇત્યાદિની વ્યવસ્થા ઊભી કરાઇ?છે. આ તમામ સુવિધાઓ તરલાબેન જયંતભાઇ?છેડા (ડોણ) સૌજન્ય પ્રિન્સ પાઇપ્સ એન્ડ ફિટિંગ્સ લિમિટેડ તથા માતા ચંપાબેન ખીમજી શાહ (દેવપુર) સૌજન્ય જ્યોતિ પોલીકંટેનર્સ પ્રા. લિ.ના અનુદાનોથી ઊભી કરાઇ છે. ડાયાલિસીસ માટે અલાયદું ટ્રાન્સફોર્મર અને વિદ્યુતલાઇન માટેનું દાન મીતાબેન મહેન્દ્ર લાલજી (કુંદરોડી), ઓફિસ સંકુલ માટેનું અનુદાન જ્યોતિબેન પ્રેમજી રાંભિયા (ગુંદાલા) તથા વિશ્રામગૃહ માટેનું અનુદાન શેઠ માણેક ઉમરશી ગડા (ભોજાય) તરફથી પ્રાપ્ત થયું હતું. કેનિયા ડાયાલિસીસ સેન્ટરમાં તમામ સુવિધાઓ નિ:શુલ્ક અપાય છે. સેન્ટરના ખર્ચને પહોંચી વળવા ભોજાય સર્વોદય ટ્રસ્ટે રૂા. એક લાખની કાયમી મિતિ યોજના શરૂ?કરી છે. કાયમી મિતિના દાતાનું નામ સંસ્થાના પ્રાંગણમાં ઊભા કરાયેલા શિલાલેખ?(તકતી) પર કંડારાશે. નવનીત પરિવારે 15 મિતિઓ માટે રૂા. 15 લાખ તથા એસ.પી.એમ. ફાઉન્ડેશને 11 મિતિઓ માટે રૂા. 11 લાખનું દાન જાહેર કરી પ્રોત્સાહન આપ્યું છે. નાનું અનુદાન આપવા ઇચ્છુક સખી ગૃહસ્થો માટે સંસ્થાએ દૈનિક મિતિ યોજના રૂા. 11000ની શરૂ?કરી છે. દાતાનું નામ તે દિવસે બોર્ડ પર લખાશે. ભોજાય સર્વોદય ટ્રસ્ટ માનવતાના આ મહાન કાર્યમાં સહકાર આપવા માટે સંસ્થાના બેંક ખાતા જેમાં દેના બેંક (માંડવી શાખા) એકાઉન્ટ નં. 038610002024 (Code BARBODBMDVI)પંજાબનેશનલ બેંક (માંડવી શાખા) એકાઉન્ટ નં. 0312000100237687 (IFSC Code : PUNB 001200) તેમજ વધુ માહિતી માટે (02834) 278602, 278687, 278610 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer