કચ્છમાં એસ.ટી.ના લાંબા રૂટના સમયમાં ફેરફાર કરવા માંગ

ભુજ, તા. 3 : અનલોક-1માં રાત્રે 9 વાગ્યા સુધી છૂટ મળી છે ત્યારે કચ્છમાં માત્ર તાલુકા કક્ષાએ જતી એસ.ટી. બસોના લાંબા રૂટના સમયમાં ફેરફાર કરવા ભચાઉ-રાપર વિસ્તારના પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે. ચોથા લોકડાઉનની સમાપ્તિ બાદ અનલોક-1માં રાજ્ય સરકાર દ્વારા રાત્રે નવથી સવારે પાંચ સુધી કફર્યુ લગાવવાનો આદેશ જારી કર્યો છે, ત્યારે કચ્છમાં એસ.ટી. તંત્ર દ્વારા માત્ર તાલુકા કક્ષાએ દોડતી લાંબા રૂટની બસોના સમયમાં ફેરફાર કરી ભચાઉ અને રાપર જેવા લાંબા રૂટની બસો બપોરે 3-30ના બદલે સાંજે છ એક વાગ્યે ઉપાડવી જોઈએ. જેથી જિલ્લા મથકે આરોગ્ય સહિતનાં  કાર્યો માટે આવતા  પ્રવાસીઓને પૂરતો સમય મળી રહે. હાલ ભચાઉ અને રાપરની બસો બપોરે 3 વાગ્યા આસપાસ દોડાવાય છે, જે નોનસ્ટોપ છે, તેથી ગંતવ્યસ્થાને જલ્દી પહોંચી જાય છે. આ બસોને જો સાંજે 6 વાગ્યા આસપાસ ઉપાડવામાં આવે તો પણ ભચાઉ અને રાપર રાત્રે 9 વાગ્યા સુધી પહોંચી જાય તેમ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer