ભુજોડી-ભચાઉ પુલનું અટવાયેલું કામ પણ `ઈચ્છાશક્તિ''નો અભાવ

ભુજ, તા. 3 : નર્મદા મુદ્દે કચ્છમાં રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ હોવાનું કહી આ મુદ્દે વડાપ્રધાનને રજૂઆત કરી ચર્ચામાં આવેલા પૂર્વ રાજ્યમંત્રીએ વધુ એક યાદી મારફત 1200 કરોડની ફાળવણી બાદ નર્મદાનાં કામો આગળ ન વધે અને ભુજોડી-ભચાઉ પુલના અટકેલા કામ અને વરસાણા-ખાવડા રોડ મંજૂર થયા પછી જમીન સંપાદનની અટકેલી કામગીરી પણ ઈચ્છાશક્તિનો અભાવ કહેવાય તેવું સૂચક વિધાન કરી જ્યાં સુધી તંત્રમાં શક્તિનો સંચાર ન થાય ત્યાં સુધી પ્રજાકીય પ્રતિનિધિઓની ઈચ્છાશક્તિ અર્થહીન હોવાની વાત તારાચંદભાઈ છેડા દ્વારા કરવામાં આવી છે. શ્રી છેડાએ કહ્યું કે, જો વહીવટી તંત્ર શિથિલ હશે તો ગમે તેટલી ઈચ્છાશક્તિ દેખાડશો તેનો કોઈ હેતુ સરશે નહિ તેમ કહી બજેટમાં 1200 કરોડ નર્મદાનાં કામ માટે ફાળવાય છતાં કામ આગળ ન વધે એ ઈચ્છાશક્તિનો અભાવ નહિ તો બીજું શું કહેવાય.  નરેન્દ્રભાઈએ વડાપ્રધાન બન્યાના 17 દિવસમાં નર્મદા બંધના દરવાજા અને કચ્છ કેનાલના પર્યાવરણ જેવા મુદ્દાનો ઉકેલ લાવી દે, તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન વાગડમાં 2 વર્ષના બદલે ચાર મહિનાના ટૂંકાગાળામાં પાણી પહોંચાડી દે તેને ખરી ઈચ્છાશક્તિ કહેવાય એમ કહી શ્રી છેડાએ ઈચ્છાશક્તિનો સમન્વય જેમનામાં ભરપૂર છે એવા વડાપ્રધાન શ્રી મોદી આ પ્રશ્નનો જરૂરથી હલ કાઢશે એમ કહી નર્મદે સર્વ દે કચ્છને ગૌરવ દે એ જ હવે જીવનનો મંત્ર રહેશે તેવું પણ જણાવ્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer