ભુજમાં વ. નાગર મહિલા મંડળ દ્વારા યોજાયેલી મ્યુઝિકલ હાઉસી

ભુજ, તા. 3 : લોકડાઉન-4ની પૂર્ણાહુતિની પૂર્વસંધ્યાએ વડનગરા નાગર મહિલા મંડળ ભુજ આયોજિત ડિજિટલ મ્યુઝિકલ હાઉસીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભુજની 190 જ્ઞાતિ બહેનોએ આ હાઉસીમાં રમીને સંગીતનો આનંદ લીધો હતો. મલ્હારભાઇ ડી. બૂચ સંચાલિત આ ગેમમાં મહિલા મંડળના પ્રમુખ .બંસરીબેન ડી. ધોળકિયા દ્વારા બહેનોનું ઓનલાઇન સ્વાગત કરવામાં આવ્યું હતું. આ માટે સારું એવું ડોનેશન પ્રાપ્ત થયું હતું. ખ્યાતિબેન પી. અંજારિયા, શિલ્પાબેન મુનશી, હેતલબેન આર. વૈશ્નવ, દીપ્તિબેન જે. છાયા, સંધ્યાબેન ટી. વોરા, ચારૂબેન એન. અંતાણી, પ્રિયંકાબેન કે. વૈદ્ય, ભારતીબેન ડી. વૈદ્ય, ભાવનાબેન કે. વૈશ્નવ, પ્રશાખાબેન જે. વૈશ્નવ, ફાલ્ગુનીબેન બી. છાયા, દિપલબેન એફ. માંકડ - આ બધી મહિલા વિજેતા થઇ હતી, જેને રોકડ ઇનામ આપવામાં આવ્યાં હતાં.ગેમ દરમ્યાન દર્શકભાઇ કે. બૂચ તથા સ્મિતાબેન ડી. બૂચનો સહકાર સાંપડયો હતો. જ્ઞાતિના પ્રમુખ અતુલભાઇ એમ. મહેતાનો સહયોગ રહ્યો હતો. મહિલા મંડળની કારોબારી ટીમે સાથ આપ્યો હતો. આભારવિધિ મંડળના મંત્રી તૃષા એમ. વૈદ્યે કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer